Placeholder canvas

વાંકાનેર: શહેર,માહીકા અને પીપળીયા વિસ્તારમાં પોણો કલાકમાં બે ઇંચ વરસાદ

વાંકાનેર: ગત રાત્રે મેઘરાજાએ વાંકાનેરમા મંડાણ કર્યા હતા. માત્ર 45 મીનીટમાં જ વાંકાનેર શહેરની આસપાસના વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જેના કારણે રોડ-રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. કેટલીક જગ્યાએ વરસાદના કારણે ગરબી પણ મુલતવી રાખવી પડી હતી.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલ છે દરમ્યાન વાંકાનેર શહેર તેમજ મહીકા અને પીપળીયા રાજ વિસ્તારમાં ગત રાત્રે 9:30 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ 10: 15 સુધીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો અને આ 45 મિનિટના ગાળામાં આશરે બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

આ વરસાદથી રસ્તા ઉપર પાણી પાણી થઇ ગયા હતા અને વાંકાનેર શહેરમાં ઘણી બધી જગ્યાએ ગરબીઓ બંધ રાખવાની ફરજ પડી હતી. તેમજ હાલમાં ખેતીવાડીમાં લરણી નો સમય હોવાથી ખેડૂતોએ થોડી ઘણી બચેલી તલી જુવાર બાજરી મગફળી ઉપાડવાનું કામ ચાલુ છે ત્યારે ખેતી માં આ વરસાદથી મોટું નુકસાન થયું છે. વાંકાનેરના અમુક વિસ્તાર માં વરસાદ નહોતો તે લોકો ખુશ થતા હતા કેમકે અતિ વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે અને થોડો ઘણો જે પાક બચ્યો છે તે વાડી વિસ્તાર લરણીમા વાઢેલો/ ખેંચેલો હોય જો તેમના ઉપર વરસાદ પડે તો તમામ પાક નિષ્ફળ જાય જેથી આ વરસાદ જે વિસ્તારમાં નથી પડ્યો તે લોકો ખેડૂતો ખુશ થયા છે. આ ભાદરવાનો છે વરસાદ ખેડૂતો માટે પડ્યા ઉપર પાટા સમાન છે.

જુઓ વિડિયો…

કપ્તાન youtube ચેનલ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પુસ કરો…

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો