વાંકાનેર : કારખાનામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ સરતાનપર રોડ પર એક કારખાનામાં એક યુવકને શોટ લાગતા યુવકનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એબોજા કારખાનામાં 24 વર્ષીય ધર્મેન્દ્રકુમારસીંગને ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું છે. બાદમાં ધર્મેન્દ્રકુમારસીંગના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.