વાંકાનેર : પ્રોવિઝન સ્ટોર સામે MRP કરતા વધુ ભાવ લેતા દુકાન સિલ કરી

વાંકાનેર : કોરોના વાયરસને લઈને શહેરમાં કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેનું અમલ કરાવવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એક કરિયાણાના દુકાનદાર સામે MRP કરતા વધુ ભાવ લેવા બદલ કાર્યવાહી કરવામાં આવેલ છે.

વાંકાનેરમાં રસાલા રોડ ઉપર આવેલ ગણેશ પ્રોવિઝન સ્ટોર દ્વારા ગ્રાહકો પાસેથી અમુક વસ્તુના ભાવો કરતા વધુ ભાવો લેવામાં આવે છે. તેમજ ઉમીયા ચાની ભૂકી ના પેકેટ ના ભાવ વધુ લેવામાં આવે છે. તેવી ફરીયાદ વાંકાનેર સેવા સદનમાં આવેલ છે. જેથી, ગણેશ પ્રોવિઝન સ્ટોર સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ તેમજ જીલ્લા મેજીસ્ટેટના જાહેરનામાં ભંગ બદલ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.

આજે સાંજના સમયે પ્રાંત અધિકારી વાંકાનેર અને મામલતદાર વાંકાનેર આવીને ગણેશ પ્રોવિઝન સ્ટોર દુકાનને સિલ કરી હતી. અને શટર ઉપર નોટિસ ચોટાળી હતી. આં મહામારિમાં વધુ ભાવ લેનાર સામે વાંકાનેરમાં પ્રથમ કાર્યવાહી થઈ હતી.

આ સમાચારને શેર કરો