વાંકાનેર: અમદાવાદથી આવતા 7 વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલમાં લવાયા, સેમ્પલ લેવાશે.
વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ના 6 વ્યક્તિઓ અને 1 એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત કુલ 7 વ્યક્તિઓ અમદાવાદથી આવતા હોવાથી સાવચેતીના ભાગરૂપે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ આ તમામ લોકો અમદાવાદ કોઈ હોસ્પિટલના કામકાજ માટે ગયા હતા અને ત્યાંથી પરત આવતા વચ્ચે પોલીસે રોક્યા હતા અને પૂછપરછ કરીને તેઓએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી. વાંકાનેર પોલીસે આ તમામ વ્યક્તિઓના જરુરી ડોક્યુમેન્ટ કરીને તમામને વહેલી સવારે સિવિલ હોસ્પિટલ વાંકાનેર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને સેમ્પલ લેવાની કામગિરિ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાઇરસની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આ તમામ લોકો અમદાવાદથી આવતા હોવાના કારણે તેમજ વાંકાનેર શહેર-તાલુકા અને ખાસ કરીને રાજાવડલા ગામમાં આ વાયરસનો ભોગ અન્ય લોકો ન બને તે માટે તકેદારીરૂપે આ તમામ લોકોના સેમ્પલ લેવામાં આવશે. અને જો જરૂર પડે તો કોરાન્ટાઇન કરવામાં આવી શકે છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો…
મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews