skip to content

હડમતીયા નજીક ઘઉં કાપવાનું કટર પલ્ટી મારી જતા બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત

ઇજા પામનારને રાજકોટ ખસેડયા : વ્હેલી સવારે 6 વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો

By Jayesh Bhatashna (Tankara)

ટંકારા : હાલમાં લોકડાઉન હોવાથી હાઈવે ઉપર દોડતા વાહનોની સંખ્યા ઘટી ગઈ હોવાથી માર્ગ અકસ્માતોની સંખ્યા પણ ઘટી ગયેલ જોવા મળે છે. ત્યારે આજે ટંકારા તાલુકાના હડમતિયાથી ૨ કિ.મી. દુર ખારીના નાલા નીચે વહેલી સવારે ઘઉં કાપવાનું કટર મશીન પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે પંજાબી યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જો કે અન્ય ત્રણ વ્યક્તિને ઈજાઓ થઇ હોવાથી હાલમાં તેઓને ટંકારા ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવની જાણવા મળી રહેલી માહિતી મુજબ મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવતા હડમતિયા ગામ પાસે વહેલી સવારે ઘઉં કાપવાનું કટર મશીન લઈને પાંચ પંજાબી જઈ રહ્યા હતા ત્યારે તેઓની ઘઉં કાપવાનું કટર મશીન હડમતીયા ગામ પાસે અચાનક જ પલટી મારી ગયું હતું. જેથી, આ મશીનમાં બેસીને જઈ રહેલા પાંચ વ્યક્તિમાંથી બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જો કે ત્રણ વ્યક્તિને ઈજાઓ થયેલ હોવાથી હાલમાં પ્રાથમિક સારવાર ટંકારામાં આપી વધુ સારવાર અર્થે ૧૦૮ મારફતે રાજકોટ લઇ જવામાં આવ્યા છે.

વધુમાં, મળી રહેલી માહિતી મુજબ જે બે વ્યક્તિના મોત થયા છે. તેમાં બહાદુરસિંગ કર્મસીંગ (૪૮) અને કંલવંતસિગ ક્રિપાલસિગ ઉર્ફે પોલો (૫૦) રહે બંને મૂળ પટિયાલા પંજાબ વાળાના મોત નીપજ્યા છે. જ્યારે હંસરાજ જોગેનદર, ગુરુતેજસિંગ મારાસિંગ અને નરેન્દ્રસિંગ ગોધિરામ ઉર્ફે બિલ્લુ નામના ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થયેલ છે. હાલમાં અકસ્માતના આ બનાવની ટંકારા પોલીસને જાણ કરી છે મૃતકોના મૃતદેહને ટંકારા સિવિલમાં પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. ઈજાગ્રસ્ત વ્યક્તિના કહેવા પ્રમાણે તે લોકો ઘઉં કાપવાનું કટર મશીન લઈને વાંકાનેરના પાંચદ્વારકા આવ્યા હતા અને ત્યાંથી તે લોકો હાલમાં પંજાબ જતા હતા ત્યારે તેનું વાહન પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો… 

એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો