Placeholder canvas

વાંકાનેર: માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના માલને પ્રવેશ પ્રતિબંધ, વાહનોની લાંબી કતાર

આજે વહેલી સવારથી જ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ના માલ ભરેલા વાહનોને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકેલ છે. જેના કારણે માર્કેટીંગ યાર્ડના ગેટથી નેશનલ હાઇવે સુધી વાહનોની લાંબી કતાર જોવા મળે છે.

હાલમાં વરસાદની આગાહી હોય અને ગઈકાલે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હજારો મણ મગફળી પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તે જોઈને વાંકાનેર માર્કેટિંગ યાર્ડે ગઇ કાલ સાંજના ખેડૂતોને નવો માલ આવવા દેવા પર પ્રતિબંધ મુકતા આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની બહાર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.

આ બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોનો માલ ન બગડે એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમની જાણ નોટિસ બોર્ડ માં કાલે સાંજે ચાર વાગે લખી દેવામાં આવી હતી. તેમજ દલાલ ભાઈઓને પણ જાણ કરી હતી કે તેઓ પોતાના ખેડૂતોને જાણ કરે… ચૌધરી વધુમાં ઉમેર્યું હતું કે આજે ખેડૂતોનો માલ યાર્ડમાં ઉતારવા દેવામાં નથી આવતો કેમકે માલની આવક વધુ છે અને વરસાદ પડે તો ખેડૂતોનો માલ પલળી જાય અને ભારે નુકસાની સહન કરવાની સ્થિતિ આવે જેથી ખેડુતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેડૂતોમાં ઉકરાટ….

એપીએમસીઍ આ નિર્ણય કર્યો તેમની જાણ ખેડૂતો સુધી ન પહોચતા આજે સવારે ખેડૂતો ભાડેથી વાહન લઈને પોતાનો માલ વેચવા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા તેમને પ્રવેશ ન મળતા તેઓમાં થોડો આક્રોશ જોવા મળતો હતો. તેઓની ફરિયાદ હતી કે અમને અગાઉથી જાણ કરવી જોઈએ એપીએમસી ખરેખર ખેડૂતો સુધી આ મેસેજ પહોંચાડવામાં ઉણી ઉતરી છે. જેમના કારણે ખેડૂતોને હવે પોતાનો માલ વેચવા માટે એક જ માલના ત્રણ-ત્રણ વખત ભાડા આપવા પડશે. ખેડૂતોને આર્થિક ડામ ભોગવવો પડશે.

APMCના ચેરમેનનું કહેવુ છે કે….

આ બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન સાથે ટેલિફોનિક વાતચીત થતાં તેઓએ જણાવ્યું હતું કે અમો સતત વેધરનિ અલગ અલગ ત્રણ-ચાર વેબસાઈટ પર નજર રાખી છીએ. કાલે બપોર પછી વેધર ચેનલમાં અચાનક ફેરફાર આવ્યો જેના કારણે અમારે પણ ઝડપી નિર્ણય લેવો પડ્યો, જે પણ દલાલો વેપારીઓ સાથે રાખી લીધો હતો અને ખાસ કરીને વાંકાનેરના ખેડૂતોની હાલ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં થઇ તેવી ન થાય તે માટે અમોએ ખેડૂત હિત માં નિર્ણય લીધો છે.

કપ્તાનની Youtube ચેનલ લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પ્રેસ કરો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો