Placeholder canvas

જો તમે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા જવાના હો તો, આ વાંચી લેજો

વાંકાનેર: ચાલુ વર્ષે સતત વરસાદ વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોની પરિસ્થિતિ દયાજનક થઈ ગઈ છે. એક પછી એક એવી ઘટના ઘટી રહી છે જે ખેડૂતોને પડ્યા પર પાટું સમાન છે.

મહા વાવાઝોડું ગુજરાતના કાંઠેથી પસાર થઈ ગયું અને પરિણામે ગુજરાત એક મોટી આપત્તિથી બચી ગયું પરંતુ હજૂ વરસાદ ગુજરાતનો પીછો છોડતો નથી. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તારીખ 14 એટલે કે આવતીકાલે વરસાદની આગાહી આપવામાં આવી છે જેથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ યાર્ડમાં પ્રવેશ બાબતે એક મહત્વનો નિર્ણય કર્યો છે.

જેથી ખેડૂતો પોતાના ખેતપેદાશનો કોઈ પણ માલ જો વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વેચવા જવાના હો તો આ માહિતી જાણી લેજો. વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જ્યાં સુધી નવી જાહેરાત આપવામાં ન આવે ત્યાં સુધી કપાસને પ્રવેશ આપવામાં નહીં આવે, તેમજ મગફળીને આજે એટલે કે તારીખ 13 ના રાત્રે દસ વાગ્યા બાદ પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. જો તમારે મગફળી વેચવા જવાનું હોય તો આજે રાત્રે દસ વાગ્યા પહેલા માર્કેટિંગ યાર્ડમાં પહોંચી જવું. આ ઉપરાંત કપાસ અને મગફળી સિવાયની અન્ય જણસ એટલે કે ખેતપેદાશના માલ પર પ્રવેશ બંધી કરવામાં આવી નથી.

આમ ખેડૂતોએ કપાસ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ માં નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લઈને જવું નહીં અને મગફળી જો વેચવાની હોય તો આજે રાત્રે દસ વાગ્યા પહેલા માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડી દેવી, આ ઉપરાંત અન્ય પાકોમાં કોઈ પ્રતિબંધ નથી મતલબ કે તેમને વેચવા લઈ જઈ શકો છો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો