skip to content

તમામ ટોલનાકા પર પહેલી ડિસેમ્બરથી FASTag ફરજીયાત

આ સ્કીમ લાગૂ કર્યા બાદ તેમે આખા દેશમાં ટોલનાકા પર ઉભા રહ્યાં વગર જ જઇ શકો છો અને ટોલટેક્સ તમારા ખાતામાંથી કપાઇ જશે.

માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ‘વન નેશન વન ફાસ્ટેગ’ની શરૂવાત કરાવી છે. આ સ્કીમ 1 ડિસેમ્બર 2019થી આખા દેશમાં લાગૂ થઇ જશે. આ સ્કીમ લાગૂ કર્યા બાદ તેમે આખા દેશમાં ટોલનાકા પર ઉભા રહ્યાં વગર જ જઇ શકો છો અને ટોલટેક્સ તમારા ખાતામાંથી કપાઇ જશે.

જો તમે ફાસ્ટેગ નહી લીધું હોય તો તમારે ટોલનાકા પરથી ખરીદવું પડશે. પહેલી ડિસેમ્બર સુધીમાં ગુજરાત સહિત દેશના તમામ ટોલનાકા પર તમામ લેનમાં ફાસ્ટેગ ચાલુ કરી દેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, હાઈવે ઓથોરીટી દ્વારા તમામ ટોલનાકા પર ફાસ્ટેગના પ્રચાર માટે અભિયાન શરૂ કરી દીધો છે. હાલ ટોલનાકા પર વાહન ચાલકોને ફેસ્ટેગ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ સાથે નવા નિયમોની જાણકારી પણ આપવામાં આવી રહી છે.

લાઇફટાઇમ વૅલિડિટિ 400 રૂપિયામાં
તમારા વાહન માટે રૂ.400માં ફાસ્ટેગનું કાર્ડ લાઈફટાઈમ વૅલિડિટિ સાથે મળશે. કાર્ડમાં રૂ.100 થી માંડીને રૂ.1 લાખ સુધી રૂપિયા જમા કરાવી શકાય છે. જમા કરાયેલા રૂપિયા લાઈફટાઈમ સુધી જમા રહેશે.

જ્યારે કાર્ડ ખરાબ થશે તો અન્ય કાર્ડ રૂ.100માં ખરીદી શકાશે. જ્યારે રોજીંદા હાઈવોનો ઉપયોગ કરનારા વાહન ચાલકો માટે રૂ.235માં માસિક પાસ પણ ઉપલબ્ધ રહેશે.


ફાસ્ટેગ ક્યાંથી મળશે ?

ટોલ પ્લાઝા, પસંદગીની બેંકો, તેમની વેબસાઈટ, રીટેલ પીઓએસ પોઈન્ટ,માય ફાસ્ટ ટેગ એપ્લીકેશન,ઈકોમર્સ વેબસાઈટ અમેઝોન,

ફાસ્ટેગ માટે ક્યાં દસ્તાવેજ જોશે.?

વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ચાલકનો પાસપોર્ટ સાઈઝ ફોટો, આઈડી પ્રુફ તેમજ એડ્રેસ પ્રુફની ઝેરોક્ષ સાથે કોપી બતાવવા માટે

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો