વાંકાનેર-રાજકોટ રોડ પરથી દારૂની 4 બોટલ સાથે એકની અટકાયત

વાંકાનેર : વાંકાનેર-રાજકોટ રોડ પર એક્ટિવામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 24ના રોજ વાંકાનેર-રાજકોટ રોડ પર મહાવીરનગર સોસાયટીના ગેટ સામેથી કીશનભાઇ હર્ષદભાઇ ઉર્ફે રાજુભાઇ કારીયા (ઉ.વ. 21, ધંધો વેપાર, રહે. પાંચદ્વારકા, તા. વાંકાનેર)ને એક્ટીવા રજી. નં. GJ-36-C-8197મા ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના પરપ્રાંતીય અંગ્રેજી દારૂની બોટલ નંગ 4 (કિં.રૂ. 1200) વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરતો મળી આવ્યો છે. પોલીસે એક્ટિવા, મોબાઇલ અને વિદેશી દારૂની બોટલો સહીત કુલ મુદામાલ રૂ. 34,200નો કબ્જે કર્યો છે. તેમજ પોલીસે આરોપી કીશનની અટકાયત કરી છે.

આ સમાચારને શેર કરો
  • 153
  •  
  •  
  •  
  •  
  •  
    153
    Shares