વાંકાનેર: લિંબાળા ગામના ઈસ્માઈલભાઈ ચારોલીયા (ધળુક)નું અવસાન
વાંકાનેર: લિંબાળા ગામના ઈસ્માઈલભાઈ ચારોલીયા ધળુકનું આજે અવસાન થયેલ છે. તેમની અંતિમવિધિ આજે બપોરે 2:30 વાગ્યે કરવામાં આવી.
ઈસ્માઈલભાઈ ચારોલીયા કન્ટ્રકશનના બિઝનેસ અને સહારા ઇન્ડિયા પરિવારના વાંકાનેર બ્રાન્ચના મેનેજર હતા. તેઓએ સહારા ઇન્ડિયા પરિવારમાં ખૂબ મહેનત કરીને વાંકાનેરમાં ઘણા પરિવારને સહારા સાથે જોડયા છે. તેમજ ઘણા બધા યુવાનો ને સહારામાં એજન્ટ બનાવીને તેમને રોજગાર આપેલ છે.
ઈસ્માઈલભાઈ ચારોલીયા પોતે ખૂબ જ મળતાવડા સ્વભાવના હોવાથી તેમનું મોટુ મિત્ર વર્તુળ છે. આજે તેઓ પોતાનું આ મિત્ર વર્તુળ, સગા સંબંધીઓ અને પરિવારને છોડીને આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. જેથી વાંકાનેરના સહારા પરિવારમાં તેમજ તેમના મિત્ર વર્તુળ, પરિવાર અને લીમળા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ઈસ્માઈલભાઈ ધળુકને કપ્તાન ગ્રુપ સાથે અંગત સબંધ હતા આજે તેમના અવસાન, ઈન્તેકાલથી કપ્તાન ખૂબ જ દુઃખ સાથે ઇસ્માઇલભાઈ ધળુકને ખીરાઝ-એ-અકીદત પાઠવે છે. તેમજ તેમના પરિવાર પર આવી પડેલ આ દુ:ખદ ઘળીમાં પાકપરવર દિગાર તેમને શબ્ર કરવાની શક્તિ આપે એવી દુવા….
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…