Placeholder canvas

વાંકાનેર: નવરાત્રી નિમિતે પૌરાણિક શક્તિમાતાજી મંદિરે યજ્ઞ યોજાયો

આજ તારીખ 23/10/2020 ને નવરાત્રી ની અષ્ટમી ના પાવન પર્વ ના રોજ વાંકાનેર ના મૂળસ્થાન એવા જુના દરબારગઢ મા આવેલા શક્તિમાતાજી ના પૌરાણિક મંદિરે વાંકાનેર ના આદ્યસ્થાપક એવા સરતાનજી દાદા ના 16 મી પેઢી અને માં શક્તિ અને હરપાળદેવદાદા ની 42 મી પેઢી ના સીધા વારસદાર એવા વાંકાનેર રાજપરિવાર ના નામદાર યુવરાજસાહેબ કેસરીદેવસિંહજી તથા યુવરાણીસાહેબા યોગિનીકુમારીબા ના યજમાન પદે વાંકાનેર ના સંતોમહંતો તથા આગેવાનો ની ઉપસ્થિતિ મા એક યજ્ઞનું આયોજન કરવા માં આવ્યુ હતું.

આઝાદી ના એટલા વર્ષો બાદ આ જગ્યા એ પ્રથમ વખત આવા યજ્ઞ નુ આયોજન કરવા મા આવ્યુ અને આ પાવન પ્રસંગે યુવરાજસાહેબ કેસરીદેવસિંહજી અને યુવરાણીસાહેબા યોગિનીકુમારી દ્વારા વાંકાનેર વિસ્તાર ના સમગ્ર લોકો મા હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ અને લોકો નુ આરોગ્ય સુખમય રહે તેવી પ્રાર્થના માં શક્તિ માતાજી સમક્ષ કરેલ હતી.

આ સમાચારને શેર કરો