વાંકાનેરના જામસર ગામે ઘરમાં ઘુસેલા યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો

પેહલા છત પરથી પડી જતા મોત થયાની જાણ કરી, બાદમાં પોતે ધોકો મારી પતાવી દીધાનું કબુલ્યું

મૃતક અચાનક ઘરમાં આવી ચડતા આરોપી મકાન માલિકે તેને માથામાં લાકડી મારી પતાવી દીધા બાદ અકસ્માતના બનાવનું તરક્ટ રચ્યું, પણ પોલીસે કડક પૂછપરછ કરતા આરોપીનો ખેલ ચોપટ થઈ ગયો
વાંકાનેર : વાંકાનેરના જામસર ગામે રહેતા એક શખ્સે પોતાના મકાનની છત પરથી એક અજાણ્યો પુરુષનું પટકાતા મોત થયું હોવાની પોલીસને જાણ કરી હતી.જોકે મૃતકના માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી પોલીસે આ મકાન માલિકને હીરાસતમાં લઈને કડક પૂછપરછ કરી હતી.જેમાં તેને પોતે જ હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.જેમાં મૃતક યુવાન અચાનક તેના ઘરમાં આવી ચડતા શંકાના આધારે આરોપીએ તેને માથામાં લાકડી મારીને પતાવી દીધો હતો.બાદમાં પોલીસની બીકથી અકસ્માતના બનાવનું તરકટ રચ્યું હતું. પણ પોલીસે તેનો ખેલ ચોપટ કરી નાખ્યો હતો.


વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા દશરથભાઈ લાલજીભાઈ શિહોરાએ ગત તા.18 ના રોજ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી કે ,પોતાના મકાનની છત ઉપરથી એક અજાણ્યો પુરુષ નીચે પડી જતા ગંભીર ઇજા થઇ છે.આથી 108ના સ્ટાફે સ્થળ પર પહોંચીને તપાસ કરતા આ અજાણ્યો પુરુષને મૃત જાહેર કર્યો હતો.બાદમાં પોલીસે મૃતકનું પીએમ કરાવ્યું હતું.જેમાં મૃતકના માથાના ભાગે ગંભીર ઇજા હોબથી માર મારવાથી મોત થયું હોવાની શંકા જતા પોલીસે દશરથભાઈ લાલજીભાઈ શિહોરાને રાઉન્ડઅપ કરીને કડક પૂછપરછ કરી હતી.જોકે પોલીસની તપાસમાં મૃતક જ્યંતીભાઈ મથુરભાઈ ભુવા ઉ.વ.40 રહે જામસર વાંકાનેર હોવાની ઓળખ મળી હતી.તેમજ આ હત્યાના બનાવની ફરિયાદ નોંધીને વાંકાનેર તાલુકા પોલીસે આરોપી દશરથભાઈ લાલજીભાઈ શિહોરાની પૂછપરછ કરતા તેણે જ હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.

પોલીસ સમક્ષ આરોપીએ આપેલી કબૂલાત મુજબ મૃતક જ્યંતીભાઈ મથુરભાઈ ભુવા બનાવની રાત્રે કોઈ કરણોસર આરોપીના ઘરે ગયો હતો.આથી અચાનક કારણ વગર પોતાના મકાનમાં મૃતક યુવાન આવતા શંકા જવાથી આરોપીએ તેને માથામાં લાકડી મારીને હત્યા કરી નાખી હતી.બાદમાં હત્યાના ગુનામાં પોતે પકડાય જશે તેવી બીકે પોલીસ સમક્ષ આ બનાવ અકસ્માતનો હોવાની ખીટી જાહેરાત કરી હતી.પણ પોલીસે આરોપીનો.ખેલ ચોપટ કરી દીધો હતો અને હત્યાના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.તેમજ આ હત્યાના બનાવમાં અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે વાંકાનેર તાલુકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…