skip to content

વાંકાનેરમાં 4 અને ટંકારામાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વાંકાનેર, ટંકારા : મોરબી જિલ્લામાં ગઈકાલે 700થી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 46 લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. આજે પણ આરોગ્ય વિભાગ દ્વારા માસ સેમ્પલિંગની કામગીરી શરૂ કરી છે. આજે બપોર સુધીમાં વાંકાનેરમાં 4 અને ટંકારામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેમાં વાંકાનેરના ભરવાડવાસમાં રહેતા 23 વર્ષની યુવતી, 55 વર્ષના મહિલા અને 95 વર્ષના મહિલાનો તેમજ પેડક વિસ્તારમાં રહેતા 38 વર્ષના યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે ટંકારાના ગજડી ગામે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 30 વર્ષની મહિલા અને 23 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો