વાંકાનેર શહેરમાં બજારો અને રસ્તાઓ, સુમસામ જનતા કર્ફ્યુ
વાંકાનેરમાં આજે જનતા કરફ્યુને ભવ્ય જન પ્રતિસાદ મળ્યો છે. લોકોએ આજે સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને બહાર નીકળવાનું પણ ટાળ્યું છે. જેથી શહેરની બજારો અને રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.
હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિ સામે માનસિક રીતે સજ્જ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જનતા કરફ્યુનું એલાન આપ્યું છે. જેના પગલે આજે સમગ્ર દેશ બંધ છે. વાંકાનેર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર આજે બંધ જોવા મળી રહ્યો છે. લોકોએ કોરોનાની ગંભીરતા સમજીને પોતાના ધંધા રોજગાર બંધ રાખી દીધા છે અને ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું છે