વાંકાનેર: સેવા સદનનો ‘મહેફિલ કાંડ’ વિડીયો પ્રકરણમાં મહિલાનો એક વધુ વીડિયો આવ્યો સામે

મહિલા દ્વારા વીડિયોમાં ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને સમગ્ર બનાવની કલેકટર દ્વારા તપાસ હાથ ધરવા માંગ કરાઈ : વિડીયોને પોતાનું ડાઇંગ ડેક્લેરેશન ગણી તેની કે તેના પરિવારને જીવનું જોખમ હોવાની આશંકા વ્યક્ત કરાઈ : મહેફિલ કાંડમાં અધિકારીઓ ભીનું સંકેલવાની પેરવી કરતા હોવાનો મહિલાનું આક્ષેપ

વાંકાનેર : વાંકાનેર મામલતદાર ઓફિસમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો ઉતારનાર નાયબ મામલતદાર કક્ષાના અધિકારીની કોઈ મહિલા મિત્ર હોવાની ચર્ચાઓ ચાલી રહી છે તેમજ નાયબ મામલતદાર સાથે રાશનના દુકાનદારો વીડિયોમાં જોવા મળી રહ્યા છે. વિડિયો ઉતારનાર દ્વારા મામલતદાર ઓફિસના કબાટમાં દારૂની બોટલો સ્ટોકમાં રખાતી હોવાની શંકાના આધારે કબાટ તપાસી રહ્યા છે ત્યારે લાગે કે શું ખરેખર ગુજરાત સરકારની સરકારી કચેરીમાં જ પાર્ટીઓ ચાલતી હશે? આ વાયરલ વિડીયોમાં કોઈ દારૂની બોટલો કે દારૂની મહેફિલ માણી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાતું નથી પણ તેમાં એક મહિલા દ્વારા મામલતદાર ઓફીસના કબાટની તલાશી લઈ રહી છે અને દારૂ શોધવાનો પ્રયત્ન કરી રહી છે અને અધિકારીઓ તેમને ગુપચુપ જોઈ અને સાંભળી રહ્યા છે.

આજે આ ઉપરોક્ત વિડિયો ઉતારનાર મહિલા દ્વારા એક વધુ વીડિયો જાહેર કરવામાં આવેલ છે. જેમાં કેટલાંક ખુલાસાઓ મહિલા દ્વારા કરવામાં આવેલ. જેમાં મહિલા કે તેના પરિવારના સભ્યોનું અકસ્માત થાય કે કોઈ અઘટીત બનાવ બને તે માટે જવાબદાર નાયબ મામલતદાર વી. વી. ડુંડ, નાયબ મામલતદાર હર્ષદ પરમાર, અલ્પેશ દૂધરેજિયા અને હસન મોગલને માનવામાં આવે. વિડીયો સંદર્ભે મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડેમેજ કંટ્રોલ માટે અને પોતાના અધિકારીઓ અને સસ્તા અનાજના દુકાનદારો ને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉપરોક્ત વિડિયો બનાવતી વખતે પોલીસની મદદ લેવા માટે મહિલા સતત 100 નંબર પર સંપર્ક માટે પ્રયાસ કરવામાં આવેલ પરંતુ ફોન રિસીવ થયો નહોતો. મહિલા દ્વારા વીડિયોમાં જણાવવામાં આવેલ કે જે તે સમયે મારુ વિડિયો રેકોર્ડિંગ જો ગેરકાયદેસર હતું તો બંને અધિકારીઓ મેજીસ્ટ્રીયલ પાવર ધરાવે છે કેમ તે સમયે તેણે ઓફિસ ના વડા ને કે પોલીસને જાણ ન કરી? વીડિયોમાં નજરે પડતાં નાયબ મામલતદાર અગાઉ પણ ઓફિસમાં મહેફિલ માણતા હોવાના કારણે જે તે વખતના પ્રાંત અધિકારી દ્વારા તેઓની માળીયા ખાતે બદલી કરવામાં આવેલ. મહેફિલ કાંડમાં પડદા પાછળના સૂત્રધારો માં દલાલ સસ્તા અનાજના દુકાનદારો છે જે અધિકારીઓને શરાબ અને શબાબ પૂરા પાડી તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. વીડિયોમાં એક સસ્તા અનાજના દુકાનદારને ત્યાં પ્રાંત કચેરીના એક અધિકારી પણ અવારનવાર શરાબ અને ચિકનની મેજબાની માણવા જઇ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. છેલ્લે મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વાંકાનેર મામલતદાર અને પ્રાંત કચેરી શરાબ અને શબાબનો અડ્ડો બની ગયો છે. જે અંગે ખાસ મોરબી જિલ્લા કલેક્ટરશ્રી પોતે તપાસ કરે તો સત્ય શું છે એ બહાર આવશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો