skip to content

મોરબી જિલ્લામાં આજે 1 દિવસમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો : મોરબીના 60 વર્ષના વૃધ્ધ સંક્રમિત

રાજકોટ સિવિલમાં દાખલ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ વૃધ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

મોરબી : મોરબી જિલ્લામાં આજે એક દિવસમાં બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સવારે હળવદના ચરાડવામા અને સાંજના મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારના વૃધ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.

આજે સવારે ચરાડવાના આધેડના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજકોટ સિવિલમાં દાખલ મોરબીના વૃધ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 16 ઉપર પોહચી ગઈ છે.

મળેલ માહિતી મુજબ આજે મોરબી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટ સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા આમદભાઈ જુમાભાઈ નામના 60 વર્ષના વૃદ્ધના આજે સવારે સેમ્પલ લેવાયા બાદ તેમનો સાંજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

મોરબી મહેન્દૃપરા વિસ્તારના કોરોનાથી સંક્રમિત થયેલા વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હાલ માલુમ પડેલ નથી. અને તેમને સાથે શ્વાસની બીમારી હોવાનુ સામે આવ્યુ છે. હાલ આ વૃધ્ધ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જ દાખલ છે. અને હાલ મોરબી આરોગ્ય વિભાગ સહિતના તંત્ર દ્વારા પોઝિટિવ કેસ નોંધાયા બાદ મહેન્દ્રપરામાં આગળની તકેદારીની કામગીરી શરૂ કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો