વાંકાનેર: લોકસંગીત અને ભજનના કાર્યક્રમો કરવાની છૂટ આપવાની માંગ
વાંકાનેર: અનલોક 1માં ગુજરાતી સંગીત અને ભાતીગળ ભજનના કાર્યક્રમો શરૂ કરવા માટે સરકારના નિયમો અને શરતોને આધિન મંજૂરી આપવા સ્થાનિક કલાલારોએ વાંકાનેર મામલતદારને એક આવેદનપત્ર આપી માંગણી કરેલ છે.
કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં લોકડાઉન દરમિયાન ગુજરાતી લોકસંગીતના નાના મોટા કલાકારો, સાંજિદાઓ અને સાઉન્ડ સિસ્ટમવાળા કલાના ઉપાસાકો સાવ બેકાર બેસી રહ્યા છે. લોક્ડાઉન દરમિયાન આ કલાકારોએ સોશ્યલ મિડીયા મારફત લોકોને ઘરબેઠાં મનોરંજન પીરસિને લોકડાઉનની સારી અમલવારી માટે આ મહામારીમાં સરકારની પડખે ઉભા રહ્યા છે.
હવે અનલોક 1માં જો સંગીત કે ભજનના નાના નાના કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી સાવ બેકાર થઈ ગયેલા નાના નાના કલાકારોને રોજગાર મળી રહે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કલાકારોને સરકાર તરફથી કોઈપણ પ્રકારની સહાય મળેલ નથી ત્યારે આ કલાકારોએ આવા નાના નાના કાર્યક્રમો કરવાની મંજૂરી આપવા અથવા તો તેમના પરિવારના જીવનનિર્વાહ માટે સહાય આપવાની માંગણી કરેલ છે.
વાંકાનેર મામલતદારને ભજનિક મયુરસિંહ ઝાલા, ભજનીક હર્ષદગીરી ગોસ્વામી, તબલાવાદક મનીષભાઈ મહારાજા, કોહિનુર બેન્ડ વાળા રજાકભાઈ, રમઝટ બીટ્સવાળા મનિષભાઈ જાડા, સ્ટાર ડીજેવાળા જિલ્લાનીભાઈ તરિયા અને મનુભાઈ ઢોલી આ તમામ કલાકારો મળીને આવેદનપત્ર આપ્યું હતું.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…