રાજકોટ: ખાનગી હોસ્પિટલ કોરોના પોઝીટીવ દર્દીઓને મફત સારવાર નહિ આપે

સિવિલ હોસ્પિટલ અને ક્રાઈસ્ટ હૉસ્પિટલમાં જ મફત સારવારની સુવિધા

રાજકોટમાં કોરોના પોઝીટીવના વધતા જતા દર્દીઓથી વહીવટી તંત્ર ચિંતામાં મુકાયું છે, જો કે મોટાભાગના કોરોના પોઝીટીવ દર્દીઓ ગુજરાતના જિલ્લાઓમાંથી આવી રહ્યા છે. લોકલ સંક્રમણ ન હોવાનું જણાઈ રહ્યું છે પંરતુ રાજકોટમાં તમામ વિસ્તારોમાં કોરોના પોઝીટીવના કેસો મળી આવતા હોય હાલમાં સિવિલ તેમજ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર મફતમાં કરવામાં આવી રહી છે. પંરતુ સંક્રમણ વધે અને કોરોના પોઝીટીવના દર્દીઓ મોટા પ્રમાણમાં મળી આવે તો શહેરની 22 જેટલી હોસ્પિટલોમાં કોરોના પોઝીટીવના દદીઓ સારવાર મેળવી શકે તે માટે તૈયારી શરુ કરવામાં આવી છે. જો કે આ 22 હોસ્પિટલોમાં કોરોના પોઝીટીવના દર્દીઓની સારવાર મફત આપવામાં આવશે નહીં.

દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોરોના પોઝીટીવ દર્દીની સારવાર સિવિલ હોસ્પિટલ તેમજ રાજ્ય સરકારે ડેઝીગ્નેટ કરેલી ક્રાઈસ્ટ હોસ્પિટલમાં જ મફત સારવારની સગવડતા મળશે. અન્ય 22 હોસ્પિટલો પૈકીની જે હોસ્પિટલને માન્યતા આપવામાં આવે તે હોસ્પિટલમાં જો કોઇ કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર લેવાની ઇચ્છા હોય તો આવા દર્દીઓને આ 22 હોસ્પિટલોમાં પોતાના ખર્ચે જે ખર્ચ રાજ્ય સરકાર નક્કી કરશે તે મુજબ ચૂકવણું કરવાનું રહેશે. આ 22 હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં નહીં આવે તેવું સ્પષ્ટપણે અંતમાં ઉમેર્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો