વાંકાનેર: વૃંદાવન એપાર્ટમેનમાં 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરાશે.

નવી પેઢીને મોજ મસ્તી માટે કંઈક ને કંઈક માધ્યમ કે બહાનું જોઈએ છે જે માટે વધુ ઉત્સવ કરતા થયા છે અને ઉત્સવોની ઉજવણીમાં આ યુવા પેઢી ભાન ભૂલીને ન કરવાનું કરી બેસતા હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે.

આજથી બે ત્રણ દાયકા પહેલા 31 ડીસેમ્બર એટલે શું? એમની ખબર પણ નહોતી, તેની ઉજવણી તો પશ્ચિમી દેશોમાં કરવામાં આવતી હતી. હવે આપણે ત્યાં ગામડાના છેડા સુધી ૩૧ ડિસેમ્બરની ઉજવણી થવા લાગી છે. આ ઉજવણીમાં લાખો કરોડો રૂપિયા ખર્ચાય છે અને ખાસ કરીને શરાબ, સબાબ અને કબાબ સાથે પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ ની ઉજવણી થવા લાગી છે. જે સભ્ય સમાજમાં ન શોભે, આ ઉજવણીમા મસ્ત થઈ ગયેલા યુવાનો ને હવે પાછા વાળવા અથવા રોકવા ખૂબ જરૂરી છે.

આ વર્ષે વાંકાનેરની સરકારી હોસ્પિટલ સામે આવેલ વૃંદાવન એપાર્ટમેન્ટના તમામ રહીશોએ ૩૧ ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. હાલમાં લોકો દ્વારા કરવામાં આવતી પાશ્ચાત્ય સંસ્કૃતિ અનુરૂપની ઉજવણીને તિલાંજલિ આપી, એપાર્ટમેન્ટમાં વસતાં પરિવારો દ્વારા સનાતન હિંદુ સંસ્કૃતિને અનુરૂપ સંગીતમય શૈલીથી શ્રી સુંદર કાંડ તથા શ્રી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૩૧/૧૨/૨૦૧૯ને મંગળવારે રાત્રિના ૦૯-૦૦થી શરૂ થશે. જેના થકી લોકોમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ પુરૂ પાડવામાં આવશે.

આ વૃંદાવન એપાર્ટમેન્ટ ના તમામ રહીશો દ્વારા આ ૩૧ ડિસેમ્બરની અનોખી ઉજવણીના કાર્યક્રમમાં વાંકાનેરની જાહેર જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો