skip to content

આંગણવાડીમાંથી દેરાણીના બાળકનું અપહરણ કરીને જેઠાણીએ ગળાટૂંપો આપીને મારી નાખ્યુ..!!

રાજકોટઃ ઈર્ષા રાખીને દેરાણીના ત્રણ વર્ષના બાળકનું જેઠાણીએ અપહરણ બાદ હત્યા કરી. રાજકોટ પોલીસે તેની અટકાયત કરી.

રાજકોટઃ પરિવારના ઝઘડાઓમાં નાના બાળકોને નુકસાન વેઠવું પડતું હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટમાં દેરાણીના ત્રણ વર્ષના બાળકને જેઠાણીએ અપહરણ કરીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. સમગ્ર ઘટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. પોલીસ મહિલાની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં મહેશ્વરની સોસાયટીમાં દેરાણી જેઠાણી પોતાના પરિવાર સાથે રહે છે. શનિવારે આજ વિસ્તારમાં આવેલી આંગળવાડીમાં દેરાણીનું ત્રણ વર્ષનું બાળક ગયું હતું. જોકે, જેઠાણીએ આંગળવાડીમાંથી દેરાણીના બાળકનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ બાળકને ગળે ટૂંપો આપીને તેની હત્યા કરી દીધી હતી.

ઘટાનાની જાણ થતાં દેરાણી સહિત પરિવારજનો ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં જેઠાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે મહિલાની અટકાયત કરી હતી. અને આ અંગે વધુ તપાસ હાથધરી હતી.

દેરાણીના બાળકની હત્યાના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. જ્યારે જેઠાણીના આ કૃત્યના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરના જણાવ્યા પ્રમાણે જેઠાણીને દેરાણી ઉપર ઈર્ષા હતી. જેના કારણે તેના બાળકનું અપહણ કરીને હત્યા કરી દીધી હતી.

આ સમાચારને શેર કરો