વાંકાનેર : ઢૂંવા ચોકડી પાસે રિવોલ્વર સાથે એક શખ્સ ઝડપાયો
વાંકાનેર : મોરબી જિલ્લા પો. અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સૂચના અન્વયે નાયબ પો.અધિક્ષક વી.બી. જાડેજાના માર્ગદર્શનમાં ચાલતી ગુન્હાખોરી નાબૂદ કરવાની ઝુંબેશ હેઠળ કાર્યવાહી કરવા દરમ્યાન ઢૂંવા ચોકડી પુલ નીચેથી એક શખ્સને દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકા PSI આર.પી.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઢૂંવા ચોકડી પુલ નીચે એક શખ્સની શંકાના આધારે અંગ ઝડતી લેતા તેના કબ્જામાંથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી.
રાહુલ બાબુભાઇ ચૌહાણ ઉં.વ.30 રહે. ઢૂંવા, મૂળ રહે. જામનગર, ઇન્દિરા નગરના આ આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી, હથિયાર ક્યાંથી મેળવ્યું અને સાથે લઈને ફરવાનો ઈરાદો શુ હતો એ અંગે વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસે હાથ ધરી છે.