Placeholder canvas

વાંકાનેર: 200 વારનો પ્લોટ પચાવી પાડતા : લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરમાં એક શખ્સે જમીન પાચવી પાડવા અન્યના પ્લોટમાં ઓરડી ખડકી દીધી હતી. આથી, આ પ્લોટના મૂળ માલીકે તેને દબાણ દૂર કરવા માટે કહ્યું હોવા છતાં ન માનતા અંતે તેઓએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આથી, આ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધીને ડીવાય.એસ.પી.એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેન્દ્રભાઇ કાનજીભાઇ ડાભી (ઉ.વ.૬૬, ધંધો નિવૃત, રહે ગુજરાત હાઉસીગબોર્ડ મુખ્યમંત્રી ગૃહયોજનારંગોલીપાર્ક કવાટર્સ નં.બી/૮૦૧, મોટા મવા, રાજકોટ, મુળ વાંકાનેર પ્રતાપચોક, બ્રાહ્મણ શેરી) એ આરોપી હસમુખભાઇ રૂખડભાઇ ચારોલીયા (રહે વાંકાનેર, ડો.દેલવાડીયા સાહેબના દવાખાનાની બાજુમા) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીની માલીકીનો વાંકાનેરના નવા પરામાં ડોકટર દેલવાડીયાના દવાખાનાની બાજુમા આવેલ પ્લોટ નં. ૯ (૨૦૦ ચોરસ-વાર) પર અનઅધિકૃત રીતે જમીન પચાવી પાડવાના હેતુથી ગે.કા. કબ્જો કરી દબાણ કરી ઉપયોગ કરી નાની ઓરડી બનાવી લઇ અંગત ફાયદા માટે ઉપયોગ કરતા આ જમીનમાથી દબાણ દુર કરવા ફરીયાદીએ કહેલુ તેમ છતા કબજો ન છોડતા અંતે તેઓએ આ બનાવની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની ફરિયાદ નોંધાતા ડીવાય.એસ.પી. એમ. આઇ. પઠાણએ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો