skip to content

વાંકાનેર: જાતિ પ્રત્યે હડધૂત કરતા આધેડે એટ્રોસીટી ફરિયાદ કરી.

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી આધેડને જાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ગઈકાલે તા. 3ના રોજ વાંકાનેરમાં રમેશભાઇ મનજીભાઇ મકવાણા (ઉ.વ. ૪૮, ધંધો ખેત મજુરી, રહે. જુના ઢવા)ને મહાવિરસિંહ ગંભીરસિંહ અશ્વાર (રહે. હાલ જુના ઢુવા)એ બપોરના સાડા અગીયાર વાગ્યાના આસપાસ ઢુવા ચોકડી પાસે રસ્તામાં ઉભા રાખી જાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા.

મહાવીરસિંહે રમેશભાઈને અગાઉ પોતાના વિરૂધ્ધ કરેલ ફરીયાદ પાછી ખેચી લેવાનુ કહ્યું હતું. તેમજ મહાવીરસિંહે અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રહી રમેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રમેશભાઈએ મહાવીરભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો