Placeholder canvas

વાંકાનેરનો યુવક શારીરિક સક્ષમ ન હોવા છતાં લગ્ન કરતા મોરબીની યુવતીએ કરી ફરિયાદ!!!

વાંકાનેરનો યુવક શારીરિક રીતે સંસાર ભોગવવા અક્ષમ હોવા છતાં મોરબીની શિક્ષિત યુવતી સાથે એરેન્જ મેરેજ કરી છેતરપિંડી કરી, હક્કીક્ત બહાર આવતા આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની લેખિત ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં કરી છે.

આ થયેલ ફરિયાદમાં મુજબ મોરબીમાં રહેતી બી.એ.બીએડ થયેલી યુવતીની વાંકાનેર રહેતા યુવક સાથે ગત જાન્યુઆરી 2020માં સગાઈ થઈ હતી. મંગેતરના મામા દ્વારા માંગુ આવતા ઘર-બાર જોઈને આ સગાઈ કરવામાં આવી હતી, ત્યારે 14 મે 2020ના રોજ લગ્નની તારીખ પણ નક્કી કરાઈ હતી. આ દરમ્યાન લોકડાઉનની અમલવારીને કારણે માત્ર 20 વ્યક્તિની હાજરીમાં નક્કી કરેલી તારીખે જ લગ્ન થયા હતા. જો કે સાસરે ગયા બાદ પહેલા દિવસે જ પતિનું વર્તન પતિ જેવું ન લાગતા યુવતીને ધ્રાસકો પડ્યો હતો. યુવતીના મનમાં આવતી અનેક શંકા-કુશંકા ચાર-પાંચ દિવસ દરમ્યાન દ્રઢ બની હતી. આ બાબતની જાણ યુવતીએ તેના સાસુ અને જામનગર રહેતા તેમના નણંદને અવગત કરાવ્યા કે મારા પતિ પુરુષમાં નથી. આ વાત સાંભળી સાસુ તથા નણંદે આ વાત કોઈને કહીશ નહીં નહિ તો વાંકાનેરથી મોરબી તારી લાશ જ જશે એમ કહી ડરાવીને ધમકી આપી હતી. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેમનો પુત્ર સંસાર નિભાવવા માટે સક્ષમ નથી એમ જાણતા હોવા છતાં તેઓએ મારી સાથે તેમના પુત્રના લગ્ન કરાવી મારી સાથે કરેલી છેતરપિંડીથી હું શારીરિક-માનસિક વ્યથાનો ભોગ બની છું.

ફરિયાદમાં મોરબીની યુવતી જણાવેલ છે કે, તેણીએ તેમના સાસુ-સસરાને પુછ્યુ કે તેઓએ આવું શા માટે કર્યું ત્યારે તેઓએ એવો જવાબ આપ્યો કે અમારે પુત્રવધુ જોઈતી ન હતી, કામવાળી જોઈતી હતી. આમ મારા સ્વમાન અને સ્વાભિમાનને પણ ખૂબ ઠેસ પહોંચે એવું વર્તન મારી સાથે થયું છે. ભીમ અગિયારસનું બહાનું બતાવી યુવતી મોરબી જ્યારે પિયરમાં પરત ફરી ત્યારે માતા-પિતાને સમગ્ર હકીકત જણાવતા તેઓ પણ ચોંકી ગયા હતા. આ બાબતનો ખુલાસો કરવા યુવતીના પિતાએ વેવાઈને ફોન કર્યો ત્યારે યુવકના પિતાએ પણ મારા પિતાને તમારે થાય એ કરી લો કહીને ધમકી આપી હતી.

આ સમગ્ર મામલે મોરબીની યુવતીએ એ.ડીવી.પો.સ્ટે.ના મહિલા પોલીસ અધિકારીને ઉપરોક્ત છેતરપિંડીના બનાવને લઈને વિવિધ કલમો હેઠળ તેના પતિ હિરેન, સસરા પ્રવીણભાઈ, સાસુ ગીતાબેન, જામનગર રહેતા નણંદ વિરુદ્ધ આપીસી કલમ ફ્રોડ – 25, તથા 17 મુજબ પોતાની ખામી છુપાવી કપટપૂર્વક લગ્ન કરવાની ફરિયાદ નોંધાવવા અરજી આપી છે. જેથી કલમ 498 હેઠળ ગુન્હો નોંધવાનો થતો હોય મહિલા પોલીસે ડી.વાય.એસ.પીને ફરિયાદીની અરજીની નકલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું મહિલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો