વાંકાનેર: લૂંટના ગુન્હામાં 9 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ ચલાવીને પાછલા 9 માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કોવડે થાનગઢ ગામેથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં 9 માસ પહેલા લૂંટની ઘટનાને અંજામ આપી નાસી જનાર 22 વર્ષીય ભરતભાઇ ઉર્ફે ભગત ઉર્ફે જેઠો રાજાભાઈ ગોગીયા, રહે. થાનગઢ વાળાને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે વિકટો પોટરી પાછળ, આંબેડકર નગર, શેરી નંબર 4, થાનગઢમાંથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો છે.