વાંકાનેરમાં બપોરે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા આજના કુલ કેસ 6
વાંકાનેર: આજે સવારથી લગભગ દોઢ-દોઢ કલાકે કોરોના પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. સવારમાં ચાર કેસ નોંધાયા બાદ બપોરે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે આમ વાંકાનેરમાં આજે અત્યાર સુધીમાં કુલ 6 કોરોના કેસ નોંધાઈ ચુક્યા છે.
મળેલી માહિતી મુજબ વાંકાનેરમાં ભરવાડ પરામાં બે પુરુષ અને દરબાર ગઢ સામે એક પુરુષ અને દિગ્વિજય નગર પેડકમાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ ફરી પાછો વધુ એક વાંકાનેર લુહાર શેરીમાં ૩૪ વર્ષીય પુરુષ અને આંબેડકર નગરમાં એક 54 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા છે. આ સાથે વાંકાનેરમાં કોરોનાના કુલ કેસ 65 થઈ ગયા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…