વાંકાનેર:યુપીની ગેંગરેપની ઘટનાના વિરોધમાં અનુ. જાતિ સમાજનું આવેદન
નરાધમોને ફાંસીના માંચડે લટકાવી દેવાની ઉગ્ર માંગ
વાંકાનેર : યુપીના હાથરસ ગામે યુવતી પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ તેમનું મોત થયાના ધુણાસ્પદ બનાવ સામે સમગ્ર દેશમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આ ધુણાસ્પદ બનાવના વિરોધમાં વાંકાનેરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને આ જઘન્ય અપરાધ કરનાર નરાધમોને ફાંસીના માંચડે લટકાવી દેવાની ઉગ્ર માંગ કરાઈ હતી.
વાંકાનેર શહેર તથા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજે વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં હાથરસમાં યુવતી પર નારધમોએ સામુહિક દુષ્કર્મ આચાર્ય બાદ આ પીડિતનું મોત થયું હતું. યુપી સરકારે પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે પરિવારજનોની અનુમતિ વગર પીડિતાના કરેલા અગ્નિ સંસ્કાર મામલે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. આથી, આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને આ ધુણાસ્પદ બનાવના નરાધમોને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત, કચ્છ જિલ્લાના રાપર ગામના એડવોકેટની હત્યાના ગુનેગારોને પણ કડક સજા આપવાની માંગ કરી હતી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…