વાંકાનેર: વિડી ભોજપરામાં વ્યસન મુક્તિ રેલી યોજાઈ
વાંકાનેર : આજે તા. 7 જાન્યુઆરીના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકાનેર દ્વારા વાંકાનેર તાલુકાના વિડી ભોજપરા ખાતે વ્યસન મુક્તિ અંગે એક રેલીનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં દોશી કોલેજના ૫૦ જેટલા વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તથા વિડી ભોજપરા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.
ગામની દરેક શેરીમાં ‘જિંદગી પસંદ કરો નહી કે તમાકુ’, ‘બિડી નરકની સીડી’, ‘આજ ઔર અભી નહી, વ્યસન જિવન મે કભી નહી’ જેવા વિવિધ સુત્રોચાર સાથે રેલી કરવામાં આવી હતી. આ રેલીમાં દોશી કોલેજના પ્રો.ડો. લાવડીયા તથા પ્રો.ચાવડા સામેલ રહ્યા હતા. ઉપરાંત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ.પી.એચ.એસ. ડિ.વી.પંડયા પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સભ્ય તેહાન એમ. શેરસીયા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન અને વિડીયોના માધ્યમથી વ્યસનની શારિરીક, સામાજિક અને આર્થિક અસરોનિ સમજ આપી હતી અને પોતાના પરિવારને વ્યસનથી બચાવવા માટે સુચન કર્યુ હતુ.