વાંકાનેર: કોરોના નેગેટિવ રિપોર્ટ નહિ રાખનાર ત્રણ ધંધાર્થી સામે કાર્યવાહી…

ફરસાણના વેપારી, શેરડીના ચિચોડાના ધંધાર્થી અને સિઝન સ્ટોર સંચાલક ઝપટે ચડી ગયા…

વાંકાનેર : કોરોના મહામારીમાં જ્યાં વધુ ભીડ થતી હોય તેવા ધંધાર્થીઓને કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત હોવા છતાં ત્રણ ધંધાર્થીઓ દ્વારા કોરોના રિપોર્ટ સાથે નહિ રાખતા પોલીસની ઝપટે ચડ્યા હતા.

વાંકાનેર પોલીસે જીનપરામાં શેરડીના ચિચોડા વાળા હસમુખભાઇ ગોપાલભાઇ બાવળીયા, રહે.વાંકાનેર જીનપરાવાળા કોરોના રિપોર્ટ કરાવ્યા વગર ધંધા સ્થળે ભીડ એકત્રિત કરતા પોલીસે એપેડમિક એકટ અને જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત શક્તિરાજ સ્વીટ માર્ટ નામના ફરસાણના વેપારી નીતિન રાજેશભાઇ સુરેલા અને ભગત સિઝન સ્ટોર વાળા અશ્વિન છબીલદાસ દોશી વિરુદ્ધ જાહેરનામા ભંગ સહિતની કલમો મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો