Placeholder canvas

વાંકાનેર: અમરસિંહ હાઇસ્કુલના પૂર્વ આચાર્ય કવિ,લેખક જગદીપ ઉપાધ્યાયનું અવસાન, સોમવારે ટેલિફોનિક બેસણું

વાંકાનેર: અમરસિંહ હાઇસ્કુલના પૂર્વ આચાર્ય અને કવી જગદીપ ઉપાધ્યાયનું આજરોજ અવસાન થયેલ છે.

તેઓ છાલક નામનું મેગેઝીન ચલાવતા હતા, તેમના તેઓ તંત્રી અને માલિક હતા આ ઉપરાંત તેઓની ધારાવાહિક નવલકથા અભિયાન સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થઇ રહી હતી. કવિતા તેનો પ્રાણ હતો આવા કવિ જીવ, શિક્ષક, લેખક અને ખૂબ શાંત અને પ્રેમાળ વ્યક્તિ આજે આપણી વચ્ચે વિદાય લઈ ચૂકી છે.

મોઢ ચતુર્વેદી ખિજડીયા સમવાય મૂળ ઈંગોરાળા(ડાંડ),હાલ વાંકાનેર શ્રી જગદીપભાઈ ગણપતભાઈ ઉપાધ્યાય, ઉ. વ. 62,નિવૃત પ્રિન્સીપાલ શ્રી અમરસિંહજી હાઈસ્કૂલ, વાંકાનેર, તે ગણપતભાઈ રાઘવજીભાઈ ઉપાધ્યાય, અમરેલી, ના પુત્ર, નીતાબહેન જે ઉપાધ્યાય, પ્રાથમિક શિક્ષકના પતિ, આશાકાંતભાઈ ઉપાધ્યાય (નૂતન વિદ્યાલય, અમરેલી) તથા ભરતભાઈ ઉપાધ્યાય (જીવનતીર્થ વિદ્યાલય, અમરેલી) તથા પ્રો. નીલાબહેન કે. પંડ્યા (એમ. વી. એમ. સાયન્સ કોલેજ,રાજકોટ)ના મોટા ભાઈ, તે જગન્નાથભાઈ દુર્લભજીભાઈ ઉપાધ્યાય ના જમાઈ, તે પ્રો. કેતન એસ. પંડ્યા (એમ. બી. કોલેજ, ગોંડલ) ના સાળા, તે ડો. ધરા જે ઉપાધ્યાય (સરકારી હોસ્પિટલ,સિક્કા) ના પિતા તથા ડો. હર્ષ બી. પંડ્યા (જામનગર) ના સસરાનું તા. 25/04/2021,રવિવાર નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સોમવારે ટેલિફોનિક બેસણું

સદગત નું ટેલિફોનિક બેસણું તા. 26/04/2021નાં રોજ સાંજે 4 થી 6 રાખેલ છે.

નીતાબહેન જે ઉપાધ્યાય (પત્ની) 9016466080
ગણપતભાઈ ઉપાધ્યાય (પિતા) 9429185934
આશાકાંતભાઈ ઉપાધ્યાય (ભાઈ) 9979193367
ભરતભાઈ ઉપાધ્યાય (ભાઈ) 9427556171
પ્રો. નીલાબહેન પંડ્યા (બહેન) 9428348767
પ્રો. કેતન એસ. પંડ્યા (બનેવી) 9428348768
ડો. ધરા જે. ઉપાધ્યાય (પુત્રી) 8141794142
ડો. હર્ષ બી. પંડ્યા (જમાઈ) 9099753975

જગદીપ ઉપાધ્યાય સાહેબ અને શૈલેન રાવલ સાથે આજથી બરાબર એક વર્ષ અને બે દિવસ પૂર્વે લોકડાઉન દરમિયાન રાત્રે કપ્તાન લાઈવમાં તેમની કવિતાઓ કપ્તાનના દર્શકોએ માણી હતી. એ કાર્યક્રમ લિંક અહીં મૂકીને શિક્ષક, કવિ અને લેખક જગદીપ ઉપાધ્યાય સાહેબને કપ્તાન ગ્રુપ શ્રદ્ધાંજલી પાઠવે છે….

અહી નીચે આપેલી લિંક પર ક્લિક કરી અને જગદીપ ઉપાધ્યા અને શૈલેન રાવલની કવિતા, શાયરી,ગઝલ અને લોકસાહિત્યનો કાર્યક્રમ પૂન:હ જોઈ શકાશે…..

https://www.facebook.com/kaptaannews/videos/1294869397371021/

હવે આ વ્યક્તિ નથી રહી પણ તેમની કપ્તાન લાઈવ કાર્યક્રમ દરમિયાન શૈલેન રાવલ સાથે લીધેલી કેટલીક યાદગાર તસ્વીર રહી ગઈ છે…

આ સમાચારને શેર કરો