વાંકાનેર : સગીરાનું અપહરણ કરનાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

વાંકાનેર : આજથી છ માસ પૂર્વે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામેથી એક સગીરાનું લલચાવી ફોસલાવી અપહરણ કરી જનાર શખ્સને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટની ટીમે મધ્યપ્રદેશથી દબોચી લીધો છે.

મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટની ટીમના પો.હેડ.કોન્સ. દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. નંદલાલ વરમોરાને મળેલી બાતમીને આધારે વાંકાનેરના રાતાવીડા ગામેથી 6 માસ પૂર્વે એક સગીરાને નસાડી જનાર આરોપીની મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. 19 વર્ષીય રાહુલ મનીષભાઈ ચૌહાણ (રહે. રાજનગર મહોલ્લા, ધારરોડ, ચંદનનગર પો. સ્ટે. ઇન્દોર, મધ્યપ્રદેશ) 6 માસ પૂર્વે રાતાવીડા ગામની એક સગીરાનું અપહરણ કરી નાસી ગયો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પો. સ્ટેશાનમાં નોંધાઇ હતી.

આ શખ્સ બાબતે બાતમી મળતા પો.સબ. ઇન્સ. એ.એચ. રાવલ તથા એ.એચ.ટી.યુ. મોરબીના સ્ટાફની એક ટીમ મધ્યપ્રદેશના ઇન્દોરના ચંદનનગર પો.સ્ટે. વિસ્તારમાં ઘસી ગઈ હતી. જ્યાં ભોગ બનનાર સગીરા આરોપી રાહુલ ચૌહાણ સાથે મળી આવતા બન્નેને વાંકાનેર લાવી કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી રિપોર્ટ આવ્યે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમાચારને શેર કરો