સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે શુ લીધો નિર્ણય? જાણવા વાંચો

ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોએ અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે હાલ રાજકીય પક્ષોની નજર રાજ્ય ચૂંટણીપંચ પર છે.

રાજ્ય ચૂંટણીપંચ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનું એલાન કરી શકે છે અને ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાઈ તેવી શક્યતા છે. 6 મનપા, 55 પાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે.

પ્રથમ તબક્કામાં મનપા અને પાલિકાની ચૂંટણીઓ યોજાશે. તો બીજા તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે. બંન્નેની મત ગણતરી એક જ દિવસે કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને રાજ્ય ચૂંટણીપંચ પણ સતર્ક બન્યુ છે. ચૂંટણીપંચે જિલ્લા કલેકટરો સાથે બેઠક યોજી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા પણ કરી.

આ સમાચારને શેર કરો
  • 22
  •  
  •  
  •  
  •  
  •  
    22
    Shares