વાંકાનેર: દોશી કોલેજમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશને અનુલક્ષી કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: આગામી નવેમ્બર માસમાં ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ અન્વયે ઝુંબેશ ચલાવી મતદારયાદી સુધારણા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં યુવાનો વધુમાં વધુ ભાગ લે અને જેમની ઉંમર 18 વર્ષની થઈ ગઈ હોય તેવા વિધાર્થીઓ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવે અને પરિવારના તેમજ તેમની આસપાસ નવા નામ ઉમેરો, નામમાં સુધાસરો, નામ કમી અને સ્થળ ફેરફાર કરવાવા માટે પોતે આગળ આવે અને આ માહિતી પોતાના વિસ્તાર લોકો સુધી પહોચાડવામાં સહયોગ કરે તે માટેના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મતદાર યાદી સુધારણા ઝુંબેશના કાર્યક્રમની જાણ લોકોને થાય તેમજ વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બને તે હેતુથી નવા મતદારોને પોતાના નામ મતદારયાદીમાં ઉમેરવા, સુધારવા તથા કમી કરવા વિગેરેની કામગીરી અંગે પ્રાંત અધિકારી શેરસીયાએ સમજ આપી હતી. તેવો એ વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઇન પણ લોકો હક્ક દાવાઓ, વાંધા અરજીઓ રજૂ કરી શકશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાર્થીઓ પણ પોતાના હક્કો અને ફરજ અંગે જાગૃત કરાયા હતા. વધુમાં ટોલ ફ્રી નંબર ૧૯૫૦ દ્વારા મતદારયાદી સબંધે મેળવવા ઉપરાંત ચૂંટણીકાર્ડ કઢાવવા માટે બુથ, મતદાર સુવિધા કેન્દ્રનો સંપર્ક કરી શકશે.

નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એસ.એમ.કાથડ દ્વારા જણાવાયું કે, મતદારો તા.૧૪/૧૧, તા.૨૧/૧૧, તા.૨૭/૧૧ અને તા.૨૮/૧૧ ના ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન બુથ લેવલ ઓફિસર પાસે પોતાના મતદાન મથક પર સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી મતદારયાદી સુધારણા અંગેની કાર્યવાહી કરી શકશે.આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી વાંકાનેર, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી, ઇન્ચાર્જ મામલતદાર, પ્રિન્સીપાલ-દોશી કોલેજ, કોલેજ સ્ટાફ તેમજ કોલેજન વિધાધીઓ જોડાયા હતા.

આ સમાચારને શેર કરો