Placeholder canvas

દિલ્હી: 118 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટ્યો, તાપમાન પારો 2.4 ડિગ્રી પહોચ્યો, નવા વર્ષે વરસાદનું અનુમાન..!!

દિલ્હીમાં હાલત એવી છે કે પોતાને ગરમ રાખવા માટે લોકો સતત આગનો સહારો લઈ રહ્યા છે, મનુષ્યોની સાથે સાથે પશુઓ પણ ઠંડીનો માર સહન કરવા માટે મજબૂર છે.

દેશની રાજધાની દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. હાડ થીજવી દેતી ઠંડીને કારણે લોકો ઘરમાં જ પૂરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષનો રકૉર્ડ તોડી નાખ્યો છે. આજે શનિવારે સવારે છ વાગ્યે લઘુતમ તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શુક્રવારે અહીં 4.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં હાલત એવી છે કે પોતાને ગરમ રાખવા માટે લોકો સતત આગનો સહારો લઈ રહ્યા છે, મનુષ્યોની સાથે સાથે પશુઓ પણ ઠંડીનો માર સહન કરવા માટે મજબૂર છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ પહેલા 1901માં આવી ઠંડી પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે 118 વર્ષમાં આ બીજો ડિસેમ્બર મહિનો છે જ્યારે આટલી ઠંડી પડી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલતમાં હાલ કોઈ સુધારો નહીં જોવા મળે, કારણ કે નવા વર્ષે એટલે કે 31મી ડિસેમ્બરની આસપાસ દિલ્હીમાં વરસાદની સંભાવના રહેલી છે.

હાલ ઠંડીમાં રાહતના કોઈ અણસાર નથી. હિમાચાલ ક્ષેત્રમાં સતત થઈ રહેલી બરફવર્ષા અને તેજ પવનને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. ઠંડી વધતા જ દિલ્હી-એનસીઆર क्षेત્રમાં પ્રદૂષણનું સ્તર પણ વધી શકે છે. શુક્રવારે દિલ્હીના ઇન્ડિયા ગેટ વિસ્તારની આસપાસ એર ક્વલિટી ઇન્ડેક્સ 367 ડિગ્રી નોંધાયો હતો. જે ખરાબ શ્રેણીમાં આવે છે.

આ સમાચારને શેર કરો