વાંકાનેર: મહીકા ગામનાં ભ્રષ્ટાચાર અંગેની રજૂઆત તંત્ર ન સાંભળતા આવતીકાલ થી ઉપવાસ આંદોલન…
વાંકાનેર તાલુકાના મહિકા ગામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે પુરાવા સાથે ફરિયાદ કરેલ તથા વાંકાનેર પંથકમાં ખનીજ ચોરી બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા અવાર નવાર રજૂઆત કરેલ હોય અને પુરાવા સાથે વિશેષ રિપોર્ટ રજુ કરેલ હોવા છતાં વ્હાલા દવલાની નીતિ રાખી સરપંચ સસ્પેન્ડ થતા હોવા છતાં કાગળો માત્ર એક ટેબલે થી બીજા ટેબલ ફરતા હોય જેના અનુસંધાને આવતીકાલ તારીખ 4-2-2020 ના રોજ વાંકાનેર નેશનલ હાઈવે પાસે સર્કલ પોલીસ સ્ટેશનની બાજુમાં ઉપવાસ આંદોલન સવારે 11:00 કલાકે શરૂ કરશે જે અંગેની જાણકારી લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ આજરોજ તારીખ 3-2-2020 ના રોજ લેખિતમાં જાણ કરવામાં આવી છે.
જેમાં જણાવેલ વિગત એવી છે કે અગાઉ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર,જિલ્લા વિકાસ અધિકારી, ,ભૂસ્તરશાસ્ત્રી અને કલેકટર સમક્ષ ખાણ ખનીજ ચોરી બાબત અને પ્રજાલક્ષી કાર્યમાં સરપંચે કરેલા ભ્રષ્ટાચાર અંગેની આધાર પુરાવા સાથે રજૂઆત કરેલ હોય છતાં તંત્ર વાહકોએ ધ્યાન ન દેતા આમ આદમી પાર્ટી દ્વારા કાલથી ઉપવાસ આંદોલન કરવામાં આવશે.
સ્વાભાવિક છે કે ગુજરાત રાજ્ય આખા દેશમાં ભ્રષ્ટાચારમાં મોખરે છે અને ભ્રષ્ટાચારમાં ત્રીજો ક્રમ મેળવેલ છે ત્યારે મોરબી જિલ્લો પણ બાકાત નથી અને મોરબી જીલ્લામાં પણ ગૌચર દબાણ,ખનીજચોરી, સરકારી કામોમાં ભ્રષ્ટાચાર એ સામાન્ય બાબત થઈ ગઈ છે. જેથી આ ભ્રષ્ટાચારને જડમૂળમાંથી નાબૂદ કરવા આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ આંદોલનનો રસ્તો અપનાવામાં આવ્યો છે. અને જ્યાં સુધી આ ભરસ્ટાચાર નાબૂદ ના કરવામાં આવે અને સરપંચ ને સસ્પેન્ડ ન કરવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા માં આવશે.