skip to content

વાંકાનેર તાલુકા પોલીસે ગરીબ બાળકોમાં ફટાકડાનું વિતરણ કર્યુ.

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગરીબ વિસ્તારમાં રહેતા બાળકોમાં ફટાકડા નું વિતરણ કરાયું હતું.

વાકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો પણ દિવાળી હોશથી ઊજવી શકે અને આ ઉજવણીના ભાગરૂપે તેવો પણ અન્ય બાળકોની માફક ફટાકડા ફોડીને દિવાળી ઉજવે તે માટે વાંકાનેર તાલુકા પી.એસ.આઇ., આર પી જાડેજા અને તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ગરીબ બાળકોમાં ફટાકડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગરીબ બાળકો પણ દિવાળીની ખુશી માણી શકે અને નવા વર્ષના આગમનને વધાવી શકે તે માટે જે ગરીબ લોકો ફટાકડા ખરીદી નથી શકતા તેવા વિસ્તારના બાળકોને આ ખુશીના પર્વની ખુશી મળે તે માટે તાલુકા પીએસઆઇ આર પી જાડેજા અને તેમની ટીમે આ અનોખી પહેલ કરી હતી બાળકોને ફટાકડા મળતા તેઓના ચહેરા ઉપર સ્પષ્ટ ખુશી દેખાતી હતી. આમ વાંકાનેર તાલુકા પોલીસે ગરીબ બાળકોના ચહેરા ઉપર ખુશી લાવીને દિવાળીની ગરીબ બાળકોને અનોખી ભેટ આપી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો