રાજકોટની કોર્ટે વાંકાનેરના અરજદારને માત્ર 7 મહિનામાં વળતરની રકમનો ચેક આપ્યો
રાજકોટની કોર્ટે વાંકાનેરના એક અરજદારને માત્ર 7 મહિનાના ટૂંકા ગાળામાં જ વળતરની રકમ નો ચેક આપ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે ગત તારીખ 25/ 4/ 2019 ના રોજ વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે એક મોટર કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં મોટરસાયકલની પાછળ બેઠેલા યાસ્મીનબેન જાબીરભાઈને ગંભીર ઈજા થતાં મૃત્યુ પામેલ હતા.
જે અંગે ગુજરનારના વારસદારોએ રાજકોટની મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલમાં વળતરની રકમ માટે કલેઇમ કેસ દાખલ કરેલ હતો. જે કલેઈમ કેસ અન્વયે નામદાર કોર્ટે વળતરની રકમ રૂપિયા ૯ લાખ મંજૂર રખીને નામદાર કોર્ટ દ્વારા માત્ર 7 મહિનાના ટૂંકા ગાળામાં જ વારસદાર જાબીરભાઇને વળતરની રકમ રૂપિયા ૯ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
આ કેસમાં અરજદારના એડવોકેટે અથાગ મહેનત કરીને મોટરસાયકલ ચાલક પાસે વેલીડ ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવા છતાં ખૂબ જ ટૂંકા ગાળામાં અરજદારને વળતરની રકમ અપાવી છે. આ કેસમાં અરજદારોએ રાજકોટના નામાંકિત વકીલ બસીરભાઈ બાદીને રોકેલ હતા.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…