Placeholder canvas

સૌરાષ્ટ્ર-કચ્છમાં કરા સાથે ધોધમાર વરસાદ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. કચ્છ અને લખપત વિસ્તારમાં અચાનક વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત બપોર બાદ જૂનાગઢમાં પણ વિજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે અને મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

આ વર્ષે ચોમાસુ ખૂબ લાંબુ ખેચાયું છે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 20 નવેમ્બરથી શિયાળાની શરૂઆત થવાની છે. શિયાળાની શરૂઆત પહેલા વરસાદની આગાહી કરવામાં આવે છે. આજે બપોરે કચ્છ, જૂનાગઢ, લખપતમાં પણ વરસાદ નોંધાયો છે. આ સાથે કચ્છમાં તો વરસાદની સાથે કરા પડી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા મોરબી, સરા, જસદણ, ચિતલ અને અમરેલી સહિતના વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડતા કપાસ અને મગફળીના પાકને નુક્સાન પહોચ્યું છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો