વાંકાનેર: કેરાળા ગામે યુવાને જાનથી મારી નાખવાની ધમકી આપી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામે યુવાનને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હીતેશભાઇ મનહરભાઇ પરમાર ઉવ.૩૦ કેરાળા વાંકાનેરએ હસમુખ વાલજી ચાવડા રહે પંચાસીયા વાંકાનેરવાળા સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૨/૧૧/૨૦૧૯ ના રોજ કેરાળા ગામે બનેલા આ બનાવમાં આરોપીએ ફરીયાદીના ઘર પાસે જઇ તેમની પત્નીને (ફરિયાદીની બહેનને) પોતાની સાથે મોકલી આપવા જણાવી ફરીયાદીએ ના પાડતા આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.