રાજકોટ: પી.બી.પટેલ સ્કૂલના સંચાલકોની દાદાગીરીનો વિડિયો વાઇરલ…
રાજકોટ: 2 મહિના પહેલા ફી ભરવાના સમયે અખા વર્ષની ફી ની માંગણી કરેલ ત્યારે વાલીએ અર્ધા સત્ર ની ફી ભરવાનું કહેતા ફી સ્વીકારેલ નહિ અને આજે વિદ્યાર્થીને પરિક્ષામાં બેસવા ન દેતા હોબાળો થયો હતો… પરિક્ષામાં ના બેસવા દેવાથી બાળક રડવા લાગ્યો પણ જ્યાં સુધી ફી ભરવા ના આવ્યા ત્યાં સુધી બેસવા ના દીધો. એમના વાલી એ રજૂઆત પણ કરી કે તમે એલ.સી તો ફી વગર ના આપો જ્યારે એલ.સી લેવા આવી ત્યારે ફી લઈ લેજો. તો પણ એકનો બે ન થયો તે ન જ થયો…
રૂબરૂ જઈ ને ફી ભરીને રજૂઆત દરમિયાન વાલી દ્વારા વિડિયો રેકોર્ડિંગ કરતા મોબાઈલ જૂટવી લેવાની અને બહાર કેમ નીકળી શકો છો કહી ધમકી આપી હતી… વિડયોમાં સ્કૂલ સંચાલક બાળક ના મમ્મી સાથે સાવ તોછડી ભાષામાં વાત કરતો જણાય છે.
હજુ થોડા સમય પહેલા જ પિકનિક માં જમવા ના રૂપિયા લઈ ને બાળકો ને ભૂખ્યા પરત લઈ આવેલ એવો એક ઓડિયો આ પી.બી. પટેલ સ્કૂલ ના સંચાલક વિપુલ પટેલ અને કોઈ વાલીની વાતચીત નો ઓડિયો વાયરલ થયેલ તેમાં પણ વાલી ને રજૂઆત કરતા એલ.સી. આપી દેવાની ધમકી આપેલ હતી…
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…