Placeholder canvas

બે દિવસમાં વરસાદ ફરી પાછો આવે છે.! વરસાદ ક્યાં પડશે? જાણવા વાંચો.

અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે.

આ ચોમાસામાં વરસાદે માઝા મુકી હતી ત્યારે હજી બે દિવસ મેઘરાજાની સવારી પાછી આવી શકે છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતનાં ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી રવિવાર-સોમવાર દરમિયાન 30 થી 40 કિલોમીટરની સાથે પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડી શકે છે.

આ અંગે હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે, ‘અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તેની વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દારા નગર હવેલીમાં રવિવાર-સોમવારે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેની સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લામાં આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ રહેશે. ‘ નૈઋત્ના ચોમાસાએ હજુ આ સપ્તાહના પ્રારંભે વિદાય લીધી છે ત્યાં માવઠાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

આમ તો ચોમાસાની ઋતુએ વિદાઇ લીધી છે અને દિવાળીનો તહેવાર પણ નજીક છે ત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે વરસાદી ઝાપટાંને કારણે ખેડૂતો તથા લોકોનાં ઉત્સાહમાં પણ ઘટાડો થઇ શકે છે. શુક્રવારે અમદાવાદમાં 34.8 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો ઘટીને 33 ડિગ્રી સુધી જવાની શક્યતાઓ રહેલી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો