વાંકાનેર: વધાસીયા ટોલનાકા નજીક 450 લી. દેશી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સ ઝડપાયા

વાંકાનેર : નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગની ટીમ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂ લીટર 450નો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે.

આજે તા. 6ના રોજ મોરબી વિભાગની ટીમે વાંકાનેરમાં વધાસીયા ટોલ નાકા પાસેથી કાર નં. જી.જે.-5-સી.કે.-9521માથી આરોપી દિનેશ ઉર્ફે ભુરો વનાભાઇ મેર તથા સુરેશ ઉર્ફે સુનીલ કરશનભાઇ સારેસા (રહે બન્ને સતાપર)ને દેશી દારૂ લીટર 450 (કિ.રૂ. 9000), કાર (કિ.રૂ. 60,000) તથા મોબાઇલ (કિ.રૂ. 500) મળી કુલ રૂ. 69,500ના મુદામાલ સાથે પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો
  • 183
  •  
  •  
  •  
  •  
  •  
    183
    Shares