મોરબી: સરકારી કોરોના કેર સેન્ટરમાથી કોરોના પોઝીટીવ આરોપી ફરાર

ટંકારા તાલુકામાં અગાઉ કરવામાં આવેલ લૂંટના ગુનામાં એમપીમાં પકડાયેલા આરોપીની મોરબીની કોર્ટમાં મુદત હોવાથી એમપીની પોલીસ તેને મોરબી લઈને આવી હતી દરમિયાન તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા આરોપીને કોરોના પોઝિટિવ આવ્યો હતો માટે મોરબી નજીકના ઘુંટુ ગામ પાસે આવેલ પોલીટેકનીક કોલેજની અંદર બનાવવામાં આવેલ કોરોના કેર સેન્ટરની અંદર આરોપીને રાખવામાં આવ્યો હતો દરમિયાન વહેલી સવારના આરોપી ભાગી જતા પોલીસને દોડદોડી થઈ પડી હતી.

સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વર્ષ ૨૦૧૯ ની અંદર ટંકારા તાલુકા વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો આ બનાવની ફરિયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેના આધારે ટંકારા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને લૂંટના ગુનાની અંદર સંડોવાયેલ આરોપી અનિલ બાંભણીયા એમપીમાં પકડાયો હતો જેથી કરીને તે એમપી પોલીસના કબ્જામાં હતો દરમિયાન મોરબીની કોર્ટમાં આ કેસની મુદત હોવાથી આરોપીને લઇને એમપીની પોલીસ મોરબી આવી હતી.

જો કે આરોપી અનિલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના કારણે તેને ઘુંટુના કોરોના કેર સેન્ટર ખાતે રાખવામાં આવેલ હતો અને એમપીની પોલીસ આરોપીને અહી મુકીને જતી રહી છે ત્યાર બાદ અહીની પોલીસનો બંદોબસ્ત કોરોના કેર સેન્ટર ખાતે હતો ત્યારે વહેલી સવારે આરોપી પોલીસને ચકમો આપીને નાશી ગયો છે અને નાસી છૂટેલા આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ઘોડા દોડાવવામાં આવ્યા છે તો પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો