વાંકાનેરના વઘાસિયામાં પારકી જમીન પચાવી પાડનારા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ
જમીનના મૂળ માલિકે બે શખ્સો સામે જમીન હડપ કરવાના પ્રયાસો કર્યાની ફરિયાદ નોંધાવી
વાંકાનેર : વાંકાનેરના વઘાસિયા ગામે જમીન ગેરકાયદે કબ્જો જમાવતા લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જમીનના મૂળ માલીકે બે શખ્સો સામે જમીન હડપ કરવાના પ્રયાસો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મામદભાઈ મીરાજીભાઈ માથકીયા (ઉ.વ. ૭૦ ધંધો ખેતી રહે જુના વઘાસીયા તા. વાકાનેર)એ આરોપીઓ શાંતુભા ખુમાનસીહ ઝાલા, પ્રદીપસિહ ઉર્ફે પદુભા બળુભા ઝાલા (રહે બન્ને વઘાસીયા) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૨/૧૧/૨૦૧૮ ના રોજ આશરે સવારના દશેક વાગ્યાના સુમારે ફરીયાદીની માલીકીની વઘાસીયા ગામની સર્વે નંબર ૬૬ પૈકી ૩મા હેકટર ૪-૧૪-૮૦ ની જમીન પચાવી પાડવાના આશયથી ફરીયાદી તથા સાહેદ બસીરભાઇ ફતેભાઇને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અનઅધિકૃત રીતે કબ્જો કરી જમીન ફરતે ફેન્સીગ વાળી લીધી હતી.
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…