Placeholder canvas

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોને નુકસાનીની ભીતિ

ખેડૂતો માટે ચિંતાના સમાચાર, આજે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી…

ગુજરાતમાં આગામી 10થી 12મી દરમિયાન કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે. ગઈકાલે 10મી ડિસેમ્બરથી જ રાજ્યના અનેક ઠેકાણે વાતવારણમાં પલટો આવ્યો હતો જેના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યના અમદાવાદા, રાજકોટ, મોરબી, સુરત ગ્રામ્યમાં વરસાદ પડ્યો છે તો ગઈકાલે સાંજથી પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, અરવલ્લીના વાતાવરણમાં પલટો આવતા આજે વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે રાજ્યમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે ગોધરા,હાલોલ અને શહેરા પંથકમાં કમોસમી માવઠું કમોસમી માવઠું થતાં જ બેવડી ઋતુનો અહેસાસ થયો, ખેડૂતોમાં ઘાસ પલળી જવા અને તુવેરના પાકમાં જીવાત પડવાની ભીતિ સેવાઈ રહી છે.જ્યારે છોટા ઉદેપુર જીલ્લાના કેટલાક વિસ્તારોમા બોડેલી,કોસિન્દ્રા, કલારાણી સહીત ના વિસ્તારો મા ઝરમર ઝરમર વરસાદ, વધારે વરસાદ વરશે તો કપાસ , તુવેરના પાકને નુકસાન, જીલ્લામા વરસાદી માહોલ બનતા જગતનો તાત ચિંતામાં મુકાયો,

ધોરાજીમાં કમોસમી નો કહેર ધોરાજી માં ફરી કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતો બન્યા ચિંતિત ધોરાજી તથા આસપાસ ના વિસ્તારમાં રાત્રિ ના સમયે ફરી કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ ના કારણે જીરું, ધાણા, ઘઉં, ડુંગરી, લસણ, જુવાર સહિતના રવિ પાકોને વ્યાપક નુકસાનની ભીતિ. વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. ગીરસોમનાથ જિલ્લામાં પણ વહેલીસવારથી વરસાદી માહોલ હતો. સવારે 5.00 વાગ્યાથી 6.00 વાગ્યાની વચ્ચે જિલ્લાના અનેક ગામમોમાં અને શહેરમાં કમોસમી માવઠું વરસ્યું છે. વરસાદના પગલે ઘઉના પાકને વ્યાપક નુકશાન થવાની ભીતિ છે.

સુરત અને અરવલ્લી જિલ્લામાં વહેલી સવાર થી વાતાવરણ માં પલટો આવ્યો હતો. વહેલી સવાર થી બારડોલી,મહુવા અને કામરેજ પંથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદ થતા બેવડી ઋતુ નો અહેસાહ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. મોડાસા , ઈસરોલમાં વરસાદી છાંટા પડતા ઠંડક પ્રસરી ગઈ છે. તો ભિલોડામાં શામળાજી સહીત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક છાંટા તો ક્યાંક વરસાદી ઝાપટાં પડ્યા ના સમાચાર મળી રહ્યા છે આ વરસાદના કારણે ખેતીના પાક કપાસ જીરુ ડુંગળી વરીયાળી વિગેરે પાકોમાં નુકસાન થશે. જ્યારે ટંકારા તાલુકો અને મોરબી તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પણ છાંટા – ઝાપટા પડયા હોવાની માહિતી મળી છે

હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગની અમદાવાદ તરફથી જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે આગામી 10થી 12મી ડિસેમ્બરના રોજ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસો દરમિયાન સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.

આ મામલે હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર ડૉક્ટર જયંત સરકાર જણાવ્યું હતું કે, “10મી તારીખે એટકે કે પ્રથમ દિવસે ગીર-સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. બીજા દિવસે એટલે કે 11 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં થોડો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 12મી તારીખના રોજ ભાવનગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને વડોદરા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ સમાચારને શેર કરો