skip to content

આજથી પોલીસે રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમો પ્રમાણે દંડની રકમ વસૂલાતની શરૂઆત કરી.

વડોદરામાં ટ્રાફિક પોલીસે મહિલા પોલીસકર્મીને ફટકાર્યો રૂ. 1000નો દંડ

આજથી એટલે કે 16મી સપ્ટેમ્બરથી રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ થઈ ગયા છે. નવા નિયમો પ્રમાણે ટ્રાફિકના નિયમો તોડવા બદલ દંડની રકમમાં મોટા વધારે કરવામાં આવ્યો છે. ટ્રાફિકના નયા નિયમોની અમલવારીને લઈને વડોદરા ટ્રાફિક પોલીસે સવારથી નિયમોનો ભંગ કરતા લોકોને દંડવાના શરૂ કર્યા હતા. જેમાં ટ્રાફિક પોલીસે નિયમોનું ભંગ કરતા પોલીસકર્મીઓને પણ દંડ ફટકાર્યો હતો. બીજી તરફ અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસે લોકોને નિયમોની જાણકારી આપવાની સાથે સાથે નવા નિયમ પ્રમાણે દંડ વસૂલવાની શરૂઆત કરી છે.

વડોદરામાં આજે સવારે ટ્રાફિક પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસની એલઆરડી સાયમા બલોચનું વાહન રોકવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ તપાસ કરતા સાયમા બલોચે હેલ્મેટ પહેર્યું ન હતું તેમજ વાહન પર યોગ્ય નંબર પ્લેટ પણ ન હતી. એટલું જ નહીં વાહન પર લખાણ પણ લખેલું હોવાથી ટ્રાફિક પોલીસે તેને રૂ. 1000નો દંડ ફટકાર્યો હતો.

અમદાવાદમાં સરકારી બસના ડ્રાઇવરને દંડ : અમદાવાદ આરટીઓ ખાતે ટ્રાફિક પોલીસે નવા નિયમોનું પાલન કરાવતા સરકારી બસના ડ્રાઇવરને રૂ. 500નો મેમો આપ્યો હતો. ગુજરાત એસ.ટી.ની આ બસ ખંભાતથી ડીસા જઈ રહી હતી. મળતી માહિતી પ્રમાણે બસના ડ્રાઇવરે સીટ બેલ્ટ બાંધ્યા ન હોવાથી તેના રૂ. 500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

બીજી તરફ અમદાવાદના આરટીઓ સર્કલ પર ટ્રાફિક પોલીસે દંડની સાથે સાથે લોકો જાગૃતિ માટે ટ્રાફિક નિયમ પાલનના બેનરો પણ મૂક્યા હતા. ટ્રાફિકના જવાનો પોતાના હાથમાં બેનરો લઈને ઉભેલા જોવા મળ્યા હતા. આરટીઓ સર્કલ ખાતે જ ટ્રાફિકે રોંગ સાઇડમાં આવતા અજય પંચાલ નામના કાર ચાલકને રૂ. 500નો દંડ ફટકાર્યો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો