Placeholder canvas

વાંકાનેર: પીયૂસી માટે પડાપડી, લાગી મોટી કતાર

વાંકાનેર: નવા ટ્રાફિકના કડક કાયદામાં થયેલી તોતીગ દંડની જોગવાઈથી બચવા લોકોએ કસરત શરૂ કરી દીધી છે.ખાસ કરીને પીયૂસી કઢાવવા માટે લોકોની રેશનિગ માટે હોય તેવી લાઈનો લાગી રહી છે.જોકે હાલ પાવન, એવન કોમ્પ્લેક્સ,હાઇવે પર પીયૂસી કાઢી આપવામાં આવે છે ત્યારે એક એક જગ્યાએ 200થી વધુ લોકોની ભીડ જોવા મળી રહી છે. આવી જ સ્થિતિ હેલ્મેટ ખરીદવા માટે પણ જોવા મળી રહી છે.

આજથી ટ્રાફિકના નવા કડક કાયદોઓ લાગુ પડેલ છે.જેમાં ટ્રાફિકના નિયમો તોડે તેના માટે આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે જેથી હવે લોકો ટ્રાફિકના નિયમોથી બચી નહિ શકે.તેથી હવે વાહનોથી ટ્રાફિક નિયમોનો ભંગ ન થાય તે માટેના અસલી ડોક્યુમેન્ટ કરવા માટે લોકોમાં ઉધ હરામ થઈ ગઈ છે અને અસલી ડોક્યુમેન્ટ બનાવવા માટે લોકોએ તમામ કામો પડતા મૂકીને આ જ કામ કરવા દોડાદોડી કરી મૂકી છે વાંકાનેરમા પીયૂસી કઢાવવા માટે ઓછા સ્થળ હોવાથી લોકોની રેશનિગ જેવી લાઈનો લાગી છે.પહેલા દસથી બાર લોકો જ પીયૂસી કઢાવવા આવતા હતા પણ હવે ટ્રાફિકના આકરા દંડથી બચવા પીયૂસી કઢાવવા માટે લોકોની મોટી લાઈનો લાગી છે.

તે ઉપરાંત હેલ્મેટ પણ મોટાભાગે ખલાસ થઈ ગયા છે.જોકે તકનો લાભ ઉઠાવી હેલ્મેટ અને પીયૂસીવાળા ગરજના લીધે વધુ પૈસા વસુલતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

By julfikar Pindar– chandarpur

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો