વાંકાનેર:માર્કેટયાર્ડ પાસે ઈકો કારમાં દેશી દારૂ લઇ જતા બે શખ્સો ઝડપાયા

By શાહરૂખ ચૌહાણ
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી પસાર થતી કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દેશી દારૂ અને કાર સહિતનો મુદામાલ જપ્ત કરી બે ઇસમોને ઝડપી લીધા છે તો અન્ય એકનું નામ ખુલ્યું છે

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચંદ્રપુર માર્કેટ યાર્ડ નજીકથી પસાર થતી કાર જીજે ૦૩ બીડબલ્યુ ૨૧૪૨ ને આંતરી તલાશી લેતા કારમાંથી દેશું દારૂ ૪૦૦ લીટર કીમત રૂ ૮૦૦૦ મળી આવતા પોલીસે દેશી દારૂ, બે મોબાઈલ ફોન કીમત રૂ ૪૦૦૦ અને કાર સહીત કુલ રૂ ૧,૩૨,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

કારમાં સવાર આરોપી હરેશ જેશાભાઈ લાબડીયા રહે બામણબોર પાસે રાજકોટ, નયન ગોકુળભાઈ કણસાગરા રહે બામણબોર પાસે રાજકોટ એમ બે ઇસમોને ઝડપી લીધા છે તો અન્ય આરોપી વિકાસ કમાભાઈ કોળી રહે ચોટીલા વાળાનું નામ ખુલ્યું છે જેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

આ સમાચારને શેર કરો