skip to content

વાંકાનેર: ખીચડી ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને મિઠાઈ વહેંચીને દિવાળીની ઉજવણી કરવામાં આવી

વાંકાનેર શ્રીમદ રામચંદ્ર ધરમપુર મિશનના વાંકાનેર સેન્ટર તેમજ વાંકાનેરના ખીચડી ગ્રુપે દિવાળીમાં ગરીબ બાળકોને મિઠાઈ વહેંચી ને દિવાળીની ઉજવણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર નું આ ખીચડી ગ્રુપ કોઈપણ વાર-તહેવારે કે શુભ પ્રસંગે આ ગ્રુપ વાંકાનેરના સ્લમ વિસ્તારમાં જઇને ગરીબ બાળકોને સ્વીટ અને ગિરનારી ખીચડીનું વિતરણ કરતા હોય છે. એ જ રીતે આ વર્ષે તેવો તો દિવાળી ઉજવશે પરંતુ ગરીબ બાળકો પણ દિવાળી ઊજવી શકે અને આ પવિત્ર તહેવારની ખુશી તેમના ઘરે અને ચહેરા ઉપર આવે તે માટે આ ગ્રુપે 650 જેટલા ગરીબ બાળકોમાં દરેક બાળકને 250 ગ્રામ મીઠાઈ 150 ગ્રામ ચવાણું તેમજ બિસ્કિટ, વેફર ચોકલેટ મુખવાસ વગેરેનું વિતરણ કર્યું હતું.

આજે ભાઇબીજની ઉજવણી વૃદ્ધાશ્રમમાં

આજે આ ખીચડી ગ્રુપના ખીચડી બનાવનાર મંજુબેન પ્રવીણભાઈ વડેચા પોતે ટમેટા ઉતપમ, સાંભર, ચટણી અને મિઠાઇ જાતે બનાવીને આજે સાંજે વૃદ્ધાશ્રમમાં વડીલોને પીરસવામાં આવશે. મંજુબેનને ખીચડી ગ્રુપમાંથી પ્રેરણા લઈને ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે સેવા કાર્ય કરશે તેઓ શીતલબેન શાહ અને અમિત શાહના સહકારથી આજે સાંજે વૃદ્ધાશ્રમ ખાતે વડીલોને આ ભોજન પિરસશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો