Placeholder canvas

મોરબીમાં મર્ડર: મુસ્લિમ અગ્રણી ફારૂકભાઈ મોટલાણી અને તેના પુત્રની હત્યા

વિશિપરામાં ફારૂકભાઈ ઘર પર જ તેમના અને તેના પુત્ર ઇમ્તિયાઝ પર કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા બંનેના મોત થતા મોરબીમાં અરેરાટી

મોરબી હવે ક્રાઈમ નગરી બની ગયુ છે. અહીં હવે યુપી માફક હત્યા જેવા ગંભીર ગુન્હાઓનો સિલસિલો સામાન્ય બની ગયો છે. થોડા દિવસ પહેલા મમુ દાઢીની નિર્મમ હત્યા બાદ ગત મોડી રાત્રીના વધુ એક મુસ્લિમ અગ્રણી ફારૂકભાઈ મોટલાણી અને તેના યુવાન પુત્રની તીક્ષ્ણ હથિયારો વડે નિર્મમ હત્યાનો સનસીખેજ બનાવ સામે આવ્યો છે.

આ મર્ડરના બનાવ અંગે મળતી વિગત મુજબ આજે મોડી રાત્રીના વિશિપરામાં મુસ્લિમ સમાજના અગ્રણી તેમજ મોરબી નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ મોટલાણી(ઉ.52) અને તેમના પુત્ર ઈમ્તિયાઝ મોટલાણી (ઉ.24) તેમના ઘરે હતા ત્યારે અમુક શખ્સો દ્વારા બંને પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ નિર્મમ અને જીવલેણ હુમલામાં બંને પિતા પુત્રના મોત નિપજતા મુસ્લિમ સમાજ સહિત સમગ્ર મોરબીમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.

આ બનાવની જાણ થતા ઘટનાની જાણ થતાં મોરબી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બન્ને મૃતકોના મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ મર્ડરના સમાચાર મોરબી શહેરમાં વાયુ વેગે ફેલાયા હતા, જેથી સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા છે.

પોલીસ દ્વારા ફારૂકભાઈ અને તેમના પુત્રની નિર્મમ હત્યા કરનાર હત્યારાઓની શોધખોળ આદરી તેમને ઝડપી લેવા તેમજ હત્યાના કારણ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો